માન મળે કે અપમાન મળે, શું ફરક પડે છે?
જ્ઞાન મળે કે આરામ મળે, શું ફરક પડે છે?
જ્યારે ઈશ્વરનો સંગ મળે છે, પછી શું ફરક પડે છે?
ગમ પછી ક્યાં રહે છે, જ્યાં ઈશ્વરનો સંગ મળે છે.
અને આનંદ ક્યાં દૂર છે, જ્યાં ઈશ્વરનો સંગ છે,
બસ ઈશ્વર સાથેની તન્મયતા રહે, એજ પ્રાર્થના છે.
ઈશ્વર સાથેનું જોડાણ રહે એવી જ સાધના જોઈએ છે,
શું પછી જ્ઞાન કે માન એના વગર બીજું કાંઈ ન રહે,
શું આરામ કે ફરિયાદ એના વગર ન કોઈ ભાન રહે છે.
આનંદમાં ઝૂમીએ અને વિશ્વાસમાં રહીએ બીજું શું જોઈએ છે?
- ડો. હીરા