ગુરુનાં સાનિધ્યમાં રહેવું, એજ મોટામાં મોટી કૃપા છે,
ગુરુનાં ઈશારે ચાલવું, એજ મોટામાં મોટું કર્મ છે.
ગુરુની આજ્ઞાનું પાલન કરવું, એજ પ્રેમની ભાવના છે,
ગુરુનાં ચરણોમાં વાસ કરવો, એજ સમર્પણની નિશાની છે.
ગુરુનાં મુખાવિઁદને જોવું, એજ મોટામાં મોટું દર્શન છે,
ગુરુની કૃપાના પાત્ર બનવું, એજ મોટામાં મોટી સૌંગાત છે.
ગુરુની આપેલી માળા, એજ મોટામાં મોટી મિલકત છે,
ગુરુનાં કહેલા વચન, એજ મોટામાં મોટો વેદ છે.
ગુરુનું આપેલું શિક્ષણ, એજ મોટું જ્ઞાન છે,
ગુરુની એક પ્રેમ ભરી નજર, એજ વિશ્વ પ્રકાશિત આનંદ છે.
- ડો. હીરા