શારીરિક સંબંધો રાખવાથી શું થાય છે; વાસના વધે છે,
પ્રેમના સાગરમાં ડુબવાથી શું થાય છે; આનંદ ઊભરે છે.
જ્ઞાનના પગથિયા ચડ઼વાથી શું થાય છે; પરિણામ સમજાય છે,
વિશ્વને પોતાનો પરિવાર ગણવાથી શું થાય છે; જગતકલ્યાણ થાય છે.
આનંદમાં ઝૂમવાથી શું થાય છે; જાગૃતિનો અહેસાસ થાય છે,
જીવનમાં સાચી રાહે ચાલવાથી શું થાય છે; ધર્મ સમજાય છે.
વૈરાગ્યના પથ પર ચાલવાથી શું થાય છે; બંધનો છૂટે છે,
પરાયાને અપનાવવાથી શું થાય છે; પોતાની જાતની ઓળખાણ થાય છે
દિવ્યતાના સ્પર્શથી શું થાય છે; જીવનમાં પરમ સત્ય પમાય છે,
આંદોલનો સમાપ્ત કરવાથી શું થાય છે; સાચી સમજણ જાગે છે
- ડો. હીરા