ગુરુ દક્ષિણા શું આપવી? ગુરુ જ તો બધું આપે છે,
ગુરુને પ્રેમ કઈ રીતે કરવો? ગુરુ જ તો બધું કરાવે છે.
ગુરુને જીવન કઈ રીતે સોંપવું? ગુરુ જ તો બધું ધ્યાન રાખે છે,
ગુરુનો આભાર કઈ રીતે વ્યક્ત કરવો? ગુરુ જ તો બધે એક છે.
ગુરુનું ગૌરવ કઈ રીતે કરવું? ગુરુ પોતે જ વિશ્વ પ્રસિદ્ઘ છે,
ગુરુની મુલાકાત કઈ રીતે કરવી? ગુરુ તો વિનમ્રતાનું પ્રતીક છે.
ગુરુની મહાનતા કઈ રીત ગાવી? ગુરુતો શિષ્યને મહાન બનાવે છે,
ગુરુની વિરાસત કઈ રીતે સાંચવવી? ગુરુ જ તો લાયક બનાવે છે.
ગુરુમાં ઓજલ કઈ રીતે થવું? ગુરુ જ પોતાના જેવા બનાવે છે,
ગુરુને ગમતા કઈ રીતે રહેવું? ગુરુ જ તો હર મંજર પાર પડ઼ાવે છે.
- ડો. હીરા