આગ્રહ અને અનુગ્રહમાં ફરક શું છે એ તમને ખબર છે?
એક લોકોને એમની સહેમતી વગર કાર્ય કરાવે છે,
અને બીજું એમની સહેમતીમાં જ રમાડે છે.
એકમાં મનગમતી વાત નથી અને બીજામાં બદલવું નથી,
આ જ બે છે આજના જમાનાના મધુ-કૈટબ.
આગ્રહ કૈટબની જેમ કાટે છે પણ મનગમતું કાર્ય નથી,
અનુગ્રહ મધુ લાગે છે પણ છૂટતો નથી.
- ડો. હીરા