મનગમતી વાતો કોઈને કેમ ન ગમે?
મનચલી ચાલો કોઈને કેમ તરસાવે?
પણ મનને કાબૂમાં રાખે એવી વાતો કેમ ન ગમે?
શું આખરે વિચાર પણ મનના કાબૂમાં છે?
શું આખરે આપણી ઈન્દ્રિયો પણ મનના કાબૂમાં છે?
શું આખરે આ જ રહસ્ય છે કે આપણે આખા મનમાં કાબૂમાં છીએ?
તો સ્વતંત્રતા શું અને મનની કોમળતા શું?
મન જ વાત કરે, મન જ ફરાવે અને મન જ મજા લે.
આપણે શું કરીએ? એ જ મનની તો ઓળખાણ છે,
કે બેકાબૂ મનના કાબૂમાં આપણે રહીએ.
- ડો. હીરા