હેતથી પ્રેમ થાય એવું કોણે કીધું?
હેતથી આનંદ થાય એવું કોણે કીધું?
હેતથી તો ખાલી એક ઊભરો થાય,
હેતથી તો ખાલી એક ક્ષણનો આરામ થાય.
પ્રેમ તો નિર્મળતાથી થાય,
પ્રેમ તો નિઃસ્વાર્થ ભાવોથી થાય,
પ્રેમ તો પરિપૂર્ણ સમર્પણથી થાય,
પ્રેમ તો ખુલ્લા આકાશના શ્વાસથી થાય,
પ્રેમ તો પોતાનું ભાન ભૂલીને થાય,
પ્રેમ તો પોતાનું જ અર્પણ કરીને થાય.
- ડો. હીરા