અગણિત મહેફિલના સરતાજ, ઓ નટરાજ વહાલા;
મારા મનમાં મહેફિલ સજાવનારા, ઓ નટરાજ વહાલા;
પ્રેમમાં તમારા અમને બાંધનારા, ઓ નટરાજ વહાલા;
અમને તમારા બનાવનારા, ઓ નટરાજ વહાલા;
અસીમ કૃપા વરસાવનારા, ઓ નટરાજ વહાલા;
મારા દીલને ચેન આપનારા, ઓ નટરાજ વહાલા;
હર ઈચ્છા પૂરી કરનારા, તમારામાં સમાવનારા, ઓ નટરાજ વહાલા;
જીવનમાં સદૈવ સાથ રહેનારા, ઓ નટરાજ વહાલા;
મંજિલમાં અમને અમારી જાત ભુલાવનારા, ઓ નટરાજ વહાલા;
અમને તમારામાં એક કરનારા, ઓ નટરાજ વહાલા.
- ડો. હીરા