પ્રીતની ગાંઠ જ્યાં હજી બંધાણી નથી;
ત્યાં અપેક્ષાની લકીર ખેંચાઈ ગઈ.
મોહ અને વાસના જ્યાં હજી ગયાં નથી;
ત્યાં અંતરમાં પ્રશ્નોનું બંધન આવી ગયું.
પ્રેમ જ્યાં હજી પ્રભુને કર્યો નથી;
ત્યાં તો કાર્યો બધાં પૂરાં કરવાનાં યાદ આવી ગયાં.
મહેફિલ જ્યાં હજી આનંદની સાધી નથી;
ત્યાં તો અપૂર્ણતાની દુર્ગંધ મળે છે.
પ્રભુને જ્યાં હજી પામ્યા નથી;
ત્યાં તો વાતો સંતોની જેમ કરીએ છે.
આ છે હાલ જગમાં બધા લોકોના;
પ્રેમથી ભાગી, સ્વાર્થની મહેફિલ સજે છે.
- ડો. હીરા