ત્રિનેત્રધારણ, અરૂનાચલ સ્થાપિત શિવા
અંતરમુખી શિવા, ઓ ધ્યાનસ્ત શિવા
ત્રિકાળજ્ઞાની, ત્રિપૂરા સંહારી શિવા
ભસ્માસુર મારીણી, ઓ નટેશ્વર શિવા
કૈલાશ નિવાસી, ઓ સપ્તચક્ર નિવાસી શિવા
ઓ સુર-અસુર દાતા શિવા, ઓ પરમેશ્વર શિવા
ભૂત-પિશાચ તારીણી, ગુણોના પ્રેરિત શિવા
ઓ ઉમાપતિ શિવા, ઓ અલોકેશ્વર શિવા
ભસ્મલોચન સ્મશાન તારીણી શિવા
મહાકાલેશ્વર, ઓ જાગેશ્વર શિવા
મૃત્યુંજય શિવા, ઓ અમરેશ્વર શિવા
ઓ દિવ્ય પ્રકાશિત શિવા, ઓ વિશ્વવિજય શિવા
ઓ ધર્મેશ્વર શિવા, ઓ સમાનેશ્વર શિવા
- ડો. હીરા