ત્રિનેત્રધારી શિવા, પ્રેમ વરસાવનારા શિવા
દિલમાં સતત રહેનારા શિવા, અમર તત્ત્વમાં રાખનારા શિવા
જીવન જીવાડનારા શિવા, જ્ઞાનધારા વહાવનારા શિવા
શાંતિ સ્થાપનારા શિવા, ઈશ્વર સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવનારા શિવા
પરમ કુપા વરસાવનારા શિવા, શિવ પૂજન કરાવનારા શિવા
અંતર જ્યોત જગાડનારા શિવા, મધ્ય બિંદુમાં રહેનારા શિવા
ધરતી-આકાશને સમાવનારા શિવા, હર મુખથી ખાનારા શિવા
પરમ કૃપાળુ શિવા, પરમ શાંતિનો અનુભવ કરાવનારા શિવા
અષ્ટ સિદ્ધિ, નવ નિધિના દાતા શિવા, ગ્રંથો લખાવનારા શિવા
મનને કાબૂમાં રાખનારા શિવા, તૃપ્તિને જગાવનારા શિવા
- ડો. હીરા