સર્વવ્યાપક છે તું, સર્વ ધ્યાનસ્થ છે તું
ઓ શિવા, સર્વ પરિપૂર્ણ છે તું
સર્વજ્ઞાની છે તું, સર્વ પ્રિય છે તું
ઓ શિવા, સર્વ સંપૂર્ણ છે તું
સર્વ શક્તિમાન છે તું, સર્વ પ્રાણમાં રહે છે તું
ઓ શિવા, અજર અમર છે તું
સર્વ ગુણાતિત છે તું, સર્વ અહંકાર રહિત છે તું
ઓ શિવા, સર્વ અનંત આનંદ છે તું
સર્વોચ્ચમ છે તું, સર્વ જીવોનો અધિકારી છે તું
ઓ શિવા, સર્વમાં લોકપ્રિય છે તું
સર્વ શક્તિશાળી છે તું, સર્વ વ્યાપી છે તું
ઓ શિવા, સર્વ પ્રકાશિત છે તું
- ડો. હીરા