ના તારાથી હું નારાજ છું, ના તારાથી હું દૂર છું,
સાથ તને સદૈવ આપું છું, સંગ તારી સદૈવ રહું છું.
ન તારાથી અલગ છું, ન તારામાં છુપાયેલો છું,
હર પળ એકરૂપ છું, હર પળ છું તો રમું છું.
ન તારાથી ભિન્ન છું, ન તારાથી દુર્લક્ષ છે,
હું તો તારી જ છબી છું, હું તો તારો જ આત્મા છું.
ન જીવંત નો પ્રાણ છું, ન અજીવંતનો વિશ્રામ છું,
હું તો તારું જ બિંબ છું, હું જ તો તારી ઓળખાણ છું.
ન હું સજીવ છું, ન હું નિર્જીવ છું,
હું તો અનંત આનંદ છું, હું તો સર્વની સંરક્ષક છું.
ન હું કોઈ ભેદભરમમાં છું, ન હું કોઈ પુસ્તકીયું જ્ઞાન છું,
હું તો સર્વદા સહુમાં છું, હું તો સર્વ પરિપૂર્ણ છું.
ન હું કોઈ મંત્ર છું, ન હું કોઈ તંત્ર છું,
હું તો પ્રેમ છું, હું તો સર્વ મંગલ છું.
ન હું અવિશ્વાસમાં રહું છું, ન હું અનાર્ય વર્તન કરું છું,
હું તો હર પળ નવી સોચ છું, હું તો આ સૃષ્ટિનો નિર્માતા છું.
ન હું કોઈ પરિણામ આપું છું, ન હું કોઈ સાથ આપું છું,
જ્યાં હું જ હું છું, ત્યાં ખાલી હું તો મારા અનેક સ્વરૂપમાં રમું છું.
- ડો. હીરા