વિસ્તારમાં કહું કે અનોખા અંદાજમાં કહું
વાણીનો પ્રકાશ તો એ જ રહેશે, સત્ય તો એ જ રહેશે
તમને તમારા અંતરથી જગાડું, કે આજ્ઞાનું પાલન કરાવું
સ્વયંની અનુભૂતિ તો સ્વંયની જ રહેશે
વિકારો પર કાબૂ આપું કે સમજદારીના પુલો બાંધું
આગળ મંજિલ તો એ જ રહેશે
ગુંજ મારા હૈયાની સંભળાવું કે વિજય નાદનો આભાસ કરાવું
મારા આકાર કે નિરાકાર સ્વરૂપ તો એક જ રહેશે
અસત્યનો સાથ આપું કે માયાને જન્મ આપું
સત્યનો માર્ગ તો એ જ રહેશે, મહેફિલ મારી એ જ રહેશે
સૂમસામ જગ્યા પર હિંસા કરું કે કાયરોને હું બાળું
મારી ગાથા અને વીરતા તો એ જ રહેશે
સોચ તમારી બદલું કે સમજણ મારી આપું
સર્જન ને કોસવાવાળા છતાએ ઘણા રહેશે
મુશ્કેલીઓનો સામનો કરાવું કે રણ છોડે રણછોડ બનું
પણ કાર્યનો અંત તો મારે કરવો, પથ અલગ અલગ તો રહેશે
વાસનાને સમાપ્ત કરું કે કામને હું જગાડું
પરીક્ષા સહુની રહેશે, આગળ વધવાની તરકીબ એ જ રહેશે
શામિલ તમને કરું કે અલગ તમને રાખું
જીવનની ચાહતમાં ચાહત મારી એ જ રહેશે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.