ન કરો કોઈ શબ્દોના બાણનો ચાલન
ન કરો કોઈના દિલનું અપમાન, ઓ સાજન
ઇચ્છા મારી પણ પૂરી નથી થાતી, ન કરો કોઈ ઇચ્છા પર અફસોસ, ઓ સજન
ખિલાફ કોઈની નથી ચાલતો હું, ન કરો કોઈના મતભેદ પર તમે આંનદ
જીગર પર રાખો એક પથ્થર અને કરો સર્વનું ભલું આ જગમાં, ઓ સજન
કીંમત નથી કોઈ એની આ જગમાં, બીજાના દુઃખો કરો તમે ખત્તમ
માતમ ના મનાવો તમારી અતૃપ્ત ઇચ્છા પર, કરો પ્રભુના નામનું જશન
આગળ આવતા આવશે ઘણા પથ્થર, છલાંગ લગાવી આવો તમે, કરો ભજન
જીવનની શુભેચ્છા પર આવશે તમને ગર્વ, ન કરજો કોઈ કાર્યમાં વિલંબ
ચોમાસુ દુઃખોનું વિતશે, આવશે વિચારોમાં વસંત, વાણીમાં એક નવું સર્જન
હૈયામાં વસશે પ્રભુ હરપળ અને મળશે તમને એક નવો જનમ
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.