નાચમાં એક સંગીત છે, સરગમ તો એવી મધુર છે
તાંડવ એમાં સહજ છે, ભાન ભુલાવું આસાન છે
નાચમાં પણ એક રહસ્ય છે, મને પામવાનો રસ્તો છે
સંગીત પણ એક સ્મૃતિ છે, ઉભરતો એનો નવો ચેહરો છે
મંજિલનો આ પણ માર્ગ છે, ખોવાય એમાં તમારું ભાન છે
પૂરાયા એમાં મારા પ્રાણ છે, મારા સાહિત્યની એમા રચના છે
નૃત્ય મને બહુ પ્યારું છે, મને એમાં આનંદ મળે છે
મનથી પણ એ થાય છે, શરીરથી તો પૂર્ણ થાય છે
શિખવું ન એ તો પડે છે, આપોઆપ પ્રેરણા મળે છે
સહુમાં સંગીત મેં રાખ્યુ છે, ખોલો દરવાજા, મને મળવાની ચાવી છે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.