આરોપ અને આક્રોશની દુનિયાથી હું દૂર છું
આક્ષેપ અને ફરિયાદથી હું પરે છું
વિક્ષેપ અને વિવાદથી મારી હસ્તી મળતી નથી
વિરોધ અને અવિશ્વાસમાં હું રહેતો નથી
અવિવેક અને એકલતા મને ગમતી નથી
અનોખા રસ્તા અને અદ્દભુત માર્ગોથી હું દૂર નથી
જીવનના રહસ્ય મને બધા આવડતા નથી, છતાં એનાથી હું જુદો નથી
નિડરતા અને નિશ્ચલતાથી મન અશાંત થતું નથી
આનંદ અને આરંભમાં હું સમાયો છું
પ્રારંભ અને પ્રારબ્ધમાં હું અટવાયેલો છું
વિશ્વાસ અને શાંતીમાં હું તો મળું છું
અનુરૂપતા અને અખિલતામાં તો હું છુપાયેલો છું
કૌમુદી અને કુશળતામાં વસું છું
મહાવીરતા અને અખિલેશમાં હું તો છું
મારા પામવાના રસ્તા અનેક છે પણ હું તો હું જ છું
ફરિયાદમાં ન જુઓ મને, મારા આનંદમાં હું છું
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.