વિશ્વાસના સૂર પૂરવા આસાન નથી
ઇલ્જામોથી આગળ વધવું આસાન નથી
સરળતા મનમાં કેળવવી આસાન નથી
આસાન હૈયામાં રહેવું, આસાન નથી
શિવશક્તિની આરાધના કરવી આસાન નથી
આંનદનો ફુવારો મળવો આસાન નથી
અહંને ન પૂજવું આસાન નથી
વિશ્રામ કરી ફરી પાછું ચાલવું, એ આસાન નથી
ડમરું સાથે તાંડવ કરવું આસાન નથી
પરિશ્રમ કરી ફળ સોંપવું આસાન નથી
નદીના પાણીને સ્થિર રહેવું આસાન નથી
મુશ્કેલીમાં પ્રભુને યાદ રાખવા આસાન નથી
આર્થિક શારીરિક અવસ્થા ને ભુલવી આસાન નથી
સૃષ્ટિમાં રહી બ્રહ્માંડના દર્શન કરવા આસાન નથી
નિર્મળતા હૈયામાં રાખવી એ આસાન નથી
ફૂલોની કયારીમાં ભાન સાચવવું, આસાન નથી
મારામાં એક થાવું, એ આસાન નથી
જીવનભર પ્રભુમાં રહેવું, એ આસાન નથી
સર્વમાં મારા દર્શન કરવા આસાન નથી
પ્રભુ ને અનુકૂલ બનવું આસાન નથી
જીવનમાં સ્થીર થવું આસાન નથી
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.