વિષના પ્યાલા પીધા મેં તો
જગને બચાવવા પ્રયત્ન કર્યા મેં તો
અંખડ આનંદમાં વસ્યો હું તો
જીવનમાં સહુ કોઈને યાદ રાખ્યા મેં તો
મારા ધ્યાનમાં જગત કલ્યાણનો સંકલ્પ લીધો મેં તો
અમીરસ પીવડાવ્યા ભક્તોને મેં તો
સરસ્વતી અને ગંગાને સંભાળ્યા મેં તો
રૂદ્રાક્ષથી ધરતીની ચુંબકત્વ જાળવી મેં તો
અંતરના ઊંડાણમાં બ્રહ્મ રચ્યો મેં તો
એકરૂપ સહુને બનાવ્યા મેં તો
વિસ્તારના તાપમાં અન્યનું પણ ધ્યાન રાખ્યુ મેં તો
જીવનભરના મિલનમાં પ્યાસો રહ્યો હું તો
અલગ નથી કોઈ, એ એક દ્રષ્ટિથી જોયું મેં તો
ફરી પાછી કોઈને પુકારી, એમને સાથે લઈ જાઉં હું તો
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.