જગતનો પિતા હું છું, જગતનો પાલનહાર હું છું
જગત આખાને સાંચવું છું, જગતનો માલિક હું છું
જગતને તો હું ચલાવું છું, કાલચક્ર એનો તો હું છું
જગતમાં બ્રહ્માંડ હું છું, બ્રહ્માંડનું શૂન્ય હું છું
જગતના કણ કણમાં હું છું, જગતનો વિનાશ પણ હું છું
જગતનો વિધાતા હું છું, જગતનો રચિતા હું છું
વિશ્વાસમાં પણ હું છું, અવિશ્વાસમાં પણ હું પડછાયો છું
શુદ્ધતામાં હું છું, અશુદ્ઘતાની નજરમાં હું મૃગજળ છું
સંતોષમાં હું છું, અસંતોષના વાદળામાં છુપાએલો છું
વિવિધતામાં હું છું, પણ મારી માયાજાળમાં હું અદૃષ્ય છું
અનોખો હું અલૌકિક છું, અસીમ કૃપાનું પ્રદર્શન છું
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.