સીમા અમે કોઈ બાંધી નથી, વાસના કોઈ રાખી નથી
જીવનમાં તમને ત્યજ્યા નથી, તમને અમે કંઈ છેતર્યા નથી
આરોપ કોઈ લગાડ્યો નથી, આખરી પ્રસ્તાવ કંઈ આપ્યું નથી
તમને કંઈ અમે રડાવ્યા નથી, તમને કંઈ અમે ભરમાવ્યા નથી
ઓળખાણ કરાવી છે તમને તમારી જાત સાથે, હરપળ કંઈ છુપાડ્યું નથી
વિકારોને તમારા બાળ્યા છે અમે, જુલ્મ કાંઈ અમે કર્યો નથી
વેદ,મંત્ર તમને સોંપ્યા અમે, તમને રાહો બતાડી અમે
ચાલવાની છૂટ આપી છે તમને, કોઈ જબરદસ્તી નથી કરી અમે
વિશ્વાસ તમારો જગાડ્યો છે અમે, અવિશ્વાસને દૂર કર્યા છે અમે
તમને એકતાનું પ્રતીક બતાડ્યું અમે, તમને ના જુદા ગણ્યા અમે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.