પ્રાચીન સમયથી સૌ કોઈને હું માર્ગ બતાડું છું
હર એક જનમમાં ફરી પાછો મારો ચહેરો બતાડું છું
ખોવાયેલા માનવી ને મારો અનુભવ કરાવું છું, પાછી રાહે ચલાવું છું
અગણિત માર્ગો અને અગણિત કઠીનાઇઓમાં મારી ઝલક દેખાડું છું
સૂતેલા એ આત્માને જગાડું છું, પરમાત્મા તેને બનાવું છું
વહાલ થી એને પુકારું છું, પુકારમાં મારી કરુણા ભરું છું
વિશ્વાસ સંપુર્ણ આપું છું, ડગલે અને પગલે એને બચાવું છું
ઇલ્જામથી મારા કાન બંધ કરું છું, કર્ણથી મારા ભજન સાંભળું છું
છેવટે સૃષ્ટિનું નિર્માણ કરું છું, નિર્માણમાં મારી છબી છાપું છું
અંતરમનમાં સર્જન કરું છું, જીવનનો સાર સમજાવું છું
અનુરૂપ તમને બનાવું છું, શ્વેત વસ્ત્રોથી સજાવું છું
ખીલતા કમલની જેમ તમને ખિલાવું છું, આખરમાં મારામાં એક કરું છું
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.