અલૌકિક સાધનોથી ગોતવો મારો રસ્તો
સાધારણ શરણુથી મળશે મારો રસ્તો
વિચિત્ર યંત્રો અને વિચિત્ર યોગથી ગોતો મારો રસ્તો
સરળ ભાષા અને નિર્મળ ભાવોથી મળશે મારો રસ્તો
હઠ અને જીદ સાથે ગોતો મારો રસ્તો, આ નથી સસ્તો
યમ, નિયમ સંયમથી મળશે મારો રસ્તો
આંસુ અને પ્રવચનમાં ગોતો મારો રસ્તો
ભાવોની તીવ્રતામાં મળશે મારો રસ્તો
કાચા રસ્તે, કઠીન માર્ગે ગોતો મારો રસ્તો
અંતરની યાત્રામાં મળશે મારો રસ્તો
દોરા ઘાગામાં ગોતે સહુ કોઈ મારો રસ્તો
મારી સાથે શુદ્ધતામાં મળશે તમને તમારો રસ્તો
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.