સમસ્યા ન તારી છે, ન મારી છે, સમસ્યા તો કોઈ નથી
વિચારો સાથે નથી મનમેળ છે, આપણી ઇચ્છાઓ પર કાબૂ નથી
કર્મોના ખેલ પછી ખેલાય છે, આપણાજ કર્મો સમસ્યા થઈને આવે છે
ફિકરોથી ઉપર ઊઠતા નથી, ફિકર છોડતા આવડતી નથી
આ છે રૂપ આપણું, કે માયા ને અપણે સમજી શકતા નથી
યાચના મારી પાસે કરીને, સમસ્ચાથી દૂર આપણે ભાગીયે છીએ
પણ જે કર્યું એ તો સહન કરવું પડશે, કર્મો પર કાબૂ તો કરવો પડશે
આરાધના હજી કાંઈ તો કરી નથી, સમસ્યા શું છે એ સમજાતી નથી
સમસ્યા-પોતાની જાતને સમ કરવાની, આ તો છે એક ક્રિયા
જોવાની દ્રષ્ટિ જ્યાં બદલાશે, તો સમસ્યા એક નવુ રૂપ ધારણ કરશે
એક નવી હિમ્મત આવશે, નવા રસ્તા બધા ખુલ્લાં થાતા જાશે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.