ફાંસલો અમે કંઈ રાખતા નથી, કોઈથી દૂર અમે રહેતા નથી
નિજભાન અમે ખોતા નથી, કોઈને પરાયો અમે ગણતા નથી
સ્વાર્થમાં અમે રમતા નથી, વ્યવહાર અમારા ઓળખાતા નથી
હેરાન કોઈને કરતા નથી, પ્રેમ વિનાનો કોઈને રાખતા નથી
આનંદ ને અમે ભૂલતા નથી, વૈરાગ્ય અમે છોડતા નથી
શાંતિને ભંગ કરતા નથી, કુદરતને ત્યજતા નથી
વિશ્વાસને અમે ડગમગાવતા નથી, લોકોની પરીક્ષા લેતા નથી
ખોટું અમે બોલતા નથી, ભાન અમારું ખોતા નથી
મૌન અમે રાખતા નથી, સહુને સમજાવ્યા વિના રહેતા નથી
અસીમ કૃપા કર્યા વિના રહેતા નથી, પોતાના પર અભિમાન કરતા નથી
સ્વરૂપ અમે બદલતા નથી, કોઈની ગણત્રીમાં અમે આવતા નથી
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.