દિવ્યતા જ્યાં છલકાય છે, ત્યાં અનુરૂપ વ્યવહાર થાય છે
જ્યાં પોતાની જાતને છોડીયે છીએ, ત્યાં વિશ્વાસ ના પરદા ખૂલે છે
લક્ષમાં જ્યાં પ્રભુમાં ના દેખાય છે, ત્યાં નફરત અને અવિશ્વાસ જાગે છે
જ્યાં પ્રભુ દર્શન થાય છે, ત્યાં પ્રભુના સ્મરણમાં રમાય છે
એકરૂપતા જ્યાં સધાય છે, ત્યાં જ તો વાણી લખાય છે
જ્યાં મિલનની ખાલી વાતો છે, ત્યાં ભ્રમમાં જીવાય છે
અંહિસાની વાતો અને દિલમાં નફરત, એ તો મનુષ્યમાં થાય છે
બહુરૂપિયો જ્યાં વિચાર છે, ત્યાં હર એકને છેતરીએ છીએ
સીમા જ્યાં બધી તૂટે છે, ત્યાં જ તો મારી રેખા મળે છે
પ્રેમમાં જે રમે છે, ત્યાં જ તો બધું સમજાય છે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.