પ્રેમને પ્રેમમાં રહેવાનું છે, આડું અમથું ન થવાનું છે
જીવનમાં જીવને રમવાનું છે, આકાશનો નાદ સાંભળવાનો છે
વિવિધ વિવિધ રૂપોમાં મને જોવાનો છે, મારા નામનું સ્મરણ કરવાનું છે
અંતરમાં મને છાપવાનો છે, અંતરના ઊંડાણમાં નવડાવવાનો છે
પ્રેમ હૈયામાં વસાવવાનો છે, પ્રેમથી અમૃત પીવાનું છે
ઊંચા પહાડોમાં ઊંચા રહસ્યો ગોતવાના છે, મારો અનુભવ કરવાનો છે
નિરાકાર સ્વરૂપમાં મારા દર્શન કરવાના છે. અસ્તિત્વ પોતાનું ભૂલવાનું છે
નિર્ભય, નિડર, નિરાકારમાં એક આકાર મળેશે, મારું વિશ્વરૂપ જોવા મળશે
ગ્રંથિ કોઈ બાંધવાની નથી, નાભીથી બ્રહ્મ પામવાનો છે.
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.