કોઈ કોઈ માટે ન ભેદ રાખજો, ન કોઈની નિંદા કરજો
બોલાવ્યા છે સહુને અહીં, ખુલ્લામનથી બધું અપનાવજો
ન કોઈ સોચમાં રહેજો, ન કોઈમાં અવિશ્વાસ કરજો
છોડતા જજો પોતાની જાતને, ન કોઈ ને તમે જજ કરતા રહેજો
જેટલા સરળ અને જેટલા સહજ રહેશો, એટલું જ પામશો
આપવા બેઠો છું હું, મારામાં સમ થાતા જાજો
વિકારો પોતાના સોંપતા જજો, મારામાં મને જોતા જાજો
મારી વાણીની ન નિંદા કરજો, વિશ્વાસ ન કરો તો અવિશ્વાસ ન કરતા
ગલત ન કોઈ કરતા, જાત્રા હું કરાવું છું, એનું હૃદયથી ધન્યવાદ આપજો
નિસ્વાર્થ કર્મોની છે આ ગાથા, નિસ્વાર્થથી બનશે પૂર્ણ આ કથા
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.