નિરાકારમાં મારો આકાર ગોતે છે
કણ કણમાં વસેલો મારો આત્મા ગોતે છે
નિર્ગુણ મારા સ્વરૂપમાં ગુણ ગોતે છે
શૂન્ય મારા વિસ્તારમાં મારો અનુભવ ગોતે છે
શાશ્વત શાંતિમાં મારો સચ્ચિદાનંદ ગોતે છે
સર્વમાં વ્યાપક મારો આત્મા મને ગોતે છે
અંતરના બ્રહ્માંડને છોડી બહારી બ્રહ્માંડ ગોતે છે
વિષ્ણું શિવ પુજામાં એકકાર ગોતે છે
સમયના કાળમાં અનંત ને ગોતે છે
સૂક્ષ્મથી સૂક્ષ્મમાં અસીમ ને ગોતે છે
વિચારોથી પરે, તારા વિચારમાં મને ગોતે છે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.