લીલા મેં તો રચી, લીલામાં શામિલ હું પણ થયો
આત્મા મેં બનાવ્યો, આત્મા હું પણ થયો
જન્મો અનેકોને મેં આપ્યા, જન્મ મેં પણ લીધા
પથ્થરમાં પૂજે સહુ મને, સાક્ષાત દર્શન મેં તો આપ્યા
પ્રેરણા મારી ગોતે સહુ, ગીતાનું સંગીત મેં તો આપ્યું
વાણી મારી સાંભળવા તરસે સહુ, મધુર વાંસળી વગાડી મેં તો
ચમત્કારોમાં ગોતે મને, જીવન જીવતા શિખવાડ્યું મેં તો
પ્રેમની પરિભાષા ન કોઈ જાણે, પ્રેમ કરી દેખાડ્યો મેં તો
જાગૃરત અવસ્થા ચાહે હર કોઈ, જાગૃતિ લાવી જગમાં મેં તો
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.