આ મુર્તિની પાછળનું તત્ત્વ હું છું
આ સૃષ્ટિમાં સમાએલો વિસ્તાર હું છું
મંદિરમાં છુપાએલો પ્રવાહ હું છું
હર કણ કણમાં વ્યાપક તો હું છું
અનુભવ મારા, અંતર મનમાં તો હું છુ
ગુંજે અંતરિક્ષમાં નાદ, એ હું છું
હર આનંદના પ્રવાહમાં પ્રફુલ્લિત તો હું છું
હૈયામાં વસેલી મારી પ્રેરણા પણ હું છું
દુવિધાના પરદા પાછળ છુપાએલો વિશ્વાસ હું છું
મંજિલ અને રાહ પર સમાએલો અનુભવ હું છું
શબ્દો, વેદોમાં અમૃતત્ત્વ હું છું
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.