મુશ્કેલીમાં પડવાનું કોઈને ગમતું નથી
મુશ્કેલીથી જીવવું કોઈને ગમતું નથી
જ્યાં જીવાત્મા છે તું, ત્યાં પરમાત્મા છું હું
સાથ તને આપ્યા વગર હું રહેતો નથી
તારી હર મુશ્કેલી દૂર કર્યા વિના હું રહેતો નથી
કર્મોના ખેલથી તું લાચાર છે
કવિઓના રંગથી તું તો અંજાન છે
છતાં સાથ પૂરવા હું તુજથી દૂર થાતો નથી
તારા વિચારને બદલવા હું પોતાને રોકતો નથી
તું સાથે આવે, તું ખુશ રહે, એ જ મારી ખ્વાહિશ છે
તું મને પામે, તું આગળ વધે, એ જ મારી પ્રેરણા છે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.