મારો સ્વભાવ છે આપવાનો, તારો સ્વભાવ છે લેતા રહેવાનો
એટલે આપણી જોડી ચાલે છે, આપણે એક બીજાને પૂછીએ છીએ
તું જો આપે, તો આપણી વચ્ચે કોઈ ફરક રહેતો નથી
બે થી એક આપણે થયા વિના રહેતા નથી
મારું મન છે મોટું, તારું મન છે નાનું
એટલે હું સહુનો વિચાર કરું, અને તુ ખાલી તારો વિચાર કરે
મન તારું મારા જેવું થાય, તો પછી શું થાય,
સહુના વિચારમાં તો તુ શામિલ થાય
તારા મારા ભેદથી તું આગળ જાય
મારી ના કોઈ સીમા છે, તારું તો ખાલી જીવન છે
હું અજરઅમર છું, તું તો વિનાશનું પૂતળું છે
અગર તું મારા જેવો થાય, તો તું શરીરથી ઉપર થાય
નિરાકારમાં તો સમાઈ જાય
એકરૂપતામાં તો આપણે બંધાઈ જઈએ
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.