મને જે ગમે છે, એ શું તને ગમે છે?
મારી ઇચ્છા, શું તને ચાલશે?
તારી ઇચ્છા વિરુદ્ધ તું ચાલી શકતો નથી
મારી ઇચ્છા પૂરી કરાવ્યા વિના હું રહેતો નથી
આ ઇચ્છાઓના કશ્મકશમાં આપણે જનમો કાઢીએ છીએ
હર જન્મમાં આપણે ફરી પાછા મળીએ છીએ
તું જિદ્દ પકડે છે, હું તને રોકું છું
તું નારાજ થાય છે, હું તને શિખવીડું છું
આ આપણી જન્મ થી ચાલી આવતી ગાથા છે
આ આપણી સમજણમાં બાધા છે
વિશ્વાસ મને મુજપર પૂરો છે
પામશે તું મને એ ખબર છે
ઇંતેજાર તારી તૈયારીની છે
પછી આપણી વચ્ચે ના કોઈ દૂરી છે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.