કર્યું કારાયું બધું વેડફી નાખ્યું, જ્યાં મને ભૂલી ગયા
જાતપાતમાં જ્યાં રહી ગયા, ત્યાં મારો માર્ગ ભૂલી ગયા
જેમ તેમ જીવન વિતાવ્યું, ત્યાં જીવન મરણનું અંતર ભૂલી ગયા
હળવે હળવે જ્યાં પોતાને નિરખતા ગયા, ત્યાં ભૂલો કરતા રહ્યા
આદર અનાદરનો ફરક ભૂલાયો, ત્યાં વિવેક વિનય ચૂકી ગયા
હૈરાન પરેશાન હર વાતમાં રહ્યાં, ત્યાં લોભ લાલચ ધૂસી ગયા
અહંકારને પોષ્યો જ્યાં આપણે, ત્યાં પ્રેમને ત્યજી ગયા
હાલત એવી થતી ગઈ, કે જીવન પછી એક બોજ બની ગયું
આ છે વાત અસંખ્ય જીવોની, આ છે માયા તો પ્રભુની
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.