જ્યાં હું નથી ત્યાં કાંઈ બીજું નથી
જ્યાં હું નથી, ત્યાં તારું અસ્તિત્વ નથી
જ્યાં હું નથી, ત્યાં કોમળતા નથી
જ્યાં હું નથી, ત્યાં બંધ દરવાજા ખૂલતા નથી
જ્યાં હું નથી, ત્યાં વૈરાગ્ય નથી
જ્યાં હું નથી, ત્યાં આંસુમાં કોઈ દર્દ ભાગતું નથી
જ્યાં હું નથી ત્યાં હૈયે કોઈ આરામ નથી
જ્યાં હું નથી, ત્યાં મારી નજદિકતા મળતી નથી
જ્યાં હું નથી, ત્યાં આ સંસાર નથી
જ્યાં હું નથી, ત્યાં અવિશ્વાસ વિના બીજું કાંઈ નથી
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.