સ્વીકાર નથી મને દુનિયાની રીતોનો, સ્વીકાર નથી મને આ રીવાજોનો
જે નથી મારી અંદર શામિલ, સ્વીકાર નથી મને એની બધી તરકીબોનો
જ્યાં વ્યર્થ છે આ બધી વાતો, સ્વીકાર નથી મને લોકોના તરક અને વિચારોનો
મંજિલ નથી પામ્યા હજી, મને મળ્યા નથી હજી, નથી મંજૂર એ રસ્તે મને ચાલવું
જ્યાં હું છું, એમને ખબર નથી, જ્યાં હું નથી, એવું કોઈ શહેર નથી, પછી શાને આટલા બધા વિવાદો
જીવનમાં જે જટિલ છે તે જ તો મૂંઝવણમાં છે, સ્વીકાર નથી એમની બધી રાહો
સરળતામાં હું, સ્વીકાર નથી પછી, મને મનની અસ્થિરતા
ઓછાપણુ દર્શાવે એ બધા તો, પોતાની ના સમજણ દર્શાવે એ બધા તો
સ્વીકાર નથી આ બધા કાયદા, નથી સ્વીકાર લોકોના ઊપજાવેલા વિચારો
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.