દ્વાર પર ઊભો માનવી, હવે તો પોકાર મને;
જન્મોથી ભૂલેલા માનવી, હવે તો શોધ મને;
અંધકારમાં ડૂબેલા માનવી, હવે તો સમજ મને;
વ્યવસાયમાં ચૂકેલા માનવી, હવે તો જો મને;
કર્મોમાં ફસાએલા માનવી, હવે તો સોંપ મને;
સ્વાર્થમાં રહેલા માનવી, હવે તો આપ મને;
મરણના ગીત સાંભળતા માનવી, હવે તો જીવાડ મને;
અમરતાને ભૂલેલા માનવી, હવે તો વસાવ મને;
સ્થિરતાને ચૂકેલા માનવી, હવે તો સ્વીકાર મને;
આંધળા ને બહેરા માનવી, હવે તો સાંભળ મને.
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.