જ્યાં હું છું ત્યાં બીજું કોઈ નથી,
જ્યાં વિશ્વાસ છે ત્યાં ડર નથી,
જ્યાં પ્રેમ છે ત્યાં કોઈ દગો નથી,
જ્યાં મારો સાથ છે, ત્યાં કોઈની છાયા નથી.
જ્યાં કલ્યાણ છે, ત્યાં કોઈની હાની નથી,
જ્યાં મારી મુલાકાત છે, ત્યાં બીજી કોઈ મહેફિલ નથી,
જ્યાં શૂન્ય છે, ત્યાં એનો અંત નથી,
જ્યાં મારો અનુભવ છે, ત્યાં કોઈ અવિશ્વાસ નથી.
જ્યાં મન નિશ્ચલ છે, ત્યાં મનમાં કોઈ છલ નથી,
જ્યાં મારા ગીત છે, ત્યાં સંગીતની કોઈ કમી નથી.
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.