આવકાર જે મારી સાંભળે છે, એને ઘણું આપું છું
વિશ્વાસ મારો જે કરે છે, એને તો હું સ્વીકારું છું
અહંકારને જે છોડે છે, એને મારું નામ આપું છું
હૈયામાં જે મને વસાવે છે, એને તો બધું જ આપું છું
વિવિધતામાં જે મને જોવે છે, એને એકરૂપ કરું છું
મારું આવાહન જે કરે છે, એને મંચ પર ચડાવું છું
આજ્ઞાનું જે પાલન કરે છે, એની તકલીફ દૂર કરું છું
અંગ અંગમાં જે મને યાદ રાખે, એને પ્રેમથી ભરપૂર ભરું છું
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.