ચેનથી રહો, વિશ્વાસથી રહો, તમે મારા સંગમાં રહો
ઉમંગથી રહો, ખુશીથી ઝૂમો, તમે મારા ધ્યાનમાં રહો
વિજયથી જીવો, ધૈર્યથી કરો, તમે મારા પ્રેમમાં વસો
જીવાત્મા બનો, પરમાત્માને પામો, તમે મારા કાર્ય પૂરા કરો
શૌખથી અપનાવો, નસ નસમાં ઉતારો, તમે મારા નામમાં બધું પામો
ઈશ્વરને પુકારો, મારા સંગમાં રહો, તમે મારા સાન્નિધ્યમાં રહો
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.