આરંભ અને પ્રારંભમાં ફરક શું છે એ તમને ખબર છે?
એક કાર્યની શરુઆત છે અને એક શુભ કાર્યમાં પ્રવેશ છે.
શાંતિ અને આનંદમાં શું ફરક છે, એ તમને ખબર છે?
એક સુકૂન આપે છે અને એક નવા ઉલ્લાસમાં પ્રવેશ આપે છે.
મનોરંજન અને સુખમાં શું ફરક છે, એ તમને ખબર છે?
એક બે ઘડી માટે મન ભુલાવે છે અને એક મન સાથે ઉત્સાહ આપે છે. માલિકનીબંદગી અને સેવામાં શું ફરક છે, એ તમને ખબર છે?
એક એના જેવો બનાવે છે અને એક એની કૃતજ્ઞતા વધારે છે.
ધર્મ અને આચરણમાં શું ફરક છે, એ તમને ખબર છે?
એક સાચું ખોટું સમજાવે છે અને એક એને અંતરમાં ઉતારે છે.
મન ચંચલતા અને ઈચ્છામાં શું ફરક છે, એ તમને ખબર છે?
એક મનને ભગાવે છે અને એક મનને લલચાવે છે.
આરામ અને ચેનમાં શું ફરક છે, એ તમને ખબર છે?
એક આળસને જગાડે છે અને એક આળસને ખતમ કરે છે.
મારી પ્રેરણા અને ચેતનામાં શું ફરક છે, એ તમને ખબર છે?
એક વૈરાગ્ય જગાડે છે અને એક મારો અનુભવ કરાવે છે.
અહિંસા અને અકર્તામાં શું ફરક છે, એ તમને ખબર છે?
એક મનને શાંત રાખે છે અને એક આડંબર કરાવે છે.
વાસના અને પ્રેમમાં શું ફરક છે, એ તમને ખબર છે?
એક તનની તમન્ના છે અને એક દિલનો ખુલાસો છે.
પવિત્ર અને શુદ્ધતામાં શું ફરક છે, એ તમને ખબર છે?
એક પ્રભુ જેવું બનાવે છે અને એક કાળા ને ધોળું બનાવે છે.
મંજિલ અને જીતમાં શું ફરક છે, એ તમને ખબર છે?
એક પ્રેમ જગાડે છે અને એક અહંકારને પોષે છે.
દુર્ઘટના અને અકસ્માતમાં શું ફરક છે, એ તમને ખબર છે?
એક કર્મોથી વિપરીત છે અને એક કુદરતથી પણ વિપરીત છે.
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.