તારી સંગ જ્યાં વીતે છે પળો, ત્યાં આનંદ- આનંદ થાય છે,
અંતરમાં ઉતરી જ્યાં મળે છે તારો સાથ, ત્યાં આનંદ-આનંદ થાય છે.
મનમાં જ્યાં રહે છે તારા વિચારો, ત્યાં આનંદ-આનંદ થાય છે,
હર પળ જ્યાં રહે છે તારો અહેસાસ, ત્યાં આનંદ-આનંદ થાય છે.
અલગતા જ્યાં ના રહે છે કોઈ હવે, ત્યાં આનંદ-આનંદ થાય છે,
ન જુદાઈનો રહે છે કોઈ ભાવ, ત્યાં આનંદ-આનંદ થાય છે.
જ્યાં તારી મંજૂરીમાં થાય છે કાર્યો, ત્યાં આનંદ-આનંદ થાય છે,
તારા ઈશારે ચાલવાની છે મજા છે ત્યાં આનંદ-આનંદ થાય છે.
જ્યાં તારી સાથે રહી સમય પણ થમી જાય છે, ત્યાં આનંદ-આનંદ થાય છે,
તારા જ અહેસાસમાં રહે હર શ્વાસ, એમાં જ આનંદ- આનંદ થાય છે.
- ડો. હીરા