ચલ હવે રમવા જઈએ, આ જગમાં હવે ફરવા જઈએ,
ચલ હવે હસતા જઈએ, આપણા ગમને છોડી, નાચવા જઈએ.
ચલ હવે ગોતવા જઈએ, આ ધનદૌલતની દોડ ભૂલી, પામવા જઈએ,
ચલ હવે શોધવા જઈએ, એકબીજાના પ્રેમને પામવા જઈએ.
ચલ હવે સમાવવા જઈએ, એકબીજા, એકબીજામાં એક થવા જઈએ,
ચલ હવે સંભલવા જઈએ, એકબીજામાં સ્થિર થવા જઈએ.
ચલ હવે સંગ રહેવા જઈએ, આ જગના ખેલ હવે ખતમ કરીએ,
ચલ હવે સાધવા જઈએ, આ જન્મમાં ભવ-સાગર પાર કરવા જઈએ.
ચલ હવે ધમાલ કરવા જઈએ, ઢોલ-નગારા વગાડીને એક થવા જઈએ,
ચલ હવે એક થઈ જઈએ, અર્ધનારેશ્વરના સ્વરૂપમાં મસ્ત રહીએ.
- ડો. હીરા