તારા પ્રેમમાં પાગલ બનવું, એ તો ગમે છે
તારા વિચારોમાં સતત રહેવું, એ આનંદ આપે છે
તારા ધ્યાનમાં ઉતરવું, એ જ શાંતિ આપે છે
તારી વિરહની તડપ તો હવે જલદી તારી પાસે બોલાવે છે
તારી જ્ઞાનની ધારા તો સતત અંતરમાં વહે છે
તારા પ્રેમનો સાગર તો મને મદહોશ કરે છે
તારા જીવનનો પ્રકાશ તો માયા તોડ઼ે છે
તારી કૃપાનું બિંદુ તો અંતરધ્યાન કરાવે છે
તારા પુનિત પગલા તો મારા દિલને સંવારે છે
તારી કરૂણતા જ મારા જીવનને સુધારે છે
- ડો. હીરા