ના કાંઈ સમજવાનું છે, ના કાંઈ સમજાવવાનું છે
બસ કરતા જવાનું છે, ખુદાના ભરોસે ચાલતા જવાનું છે
ના કાંઈ પામવાનું છે, ના કાંઈ ઓળખવાનું છે
બસ મનના મેલને કાઢવાનો છે, પોતાની જાતને સ્વચ્છ કરવાની છે
ના કાંઈ શિખવાનું છે, ના કાંઈ શિખડ઼ાવવાનું છે
બસ આનંદમાં રહેવાનું છે, ઈશ્વરમાં રમવાનું છે
ના જીવન જીવવાનું છે, ના જીવન ત્યજવાનું છે
જીવનને તો ઉજવવાનું છે, જીવનનો તો આભાર માનવાનો છે
ના કાંઈ જોવાનું છે, ના કાંઈ સાંભળવાનું છે
ખાલી મહેસૂસ કરવાનું છે, અંતરના પ્રેમમાં રમવાનું છે
- ડો. હીરા