તારા નામમાં એક સુકૂન છે
તારા પ્રેમમાં મારી ઓળખાણ છે
તારા ધ્યાનમાં મારો આરામ છે
તારી વાતોમાં જ જીવનની શાન છે
તારા ૐકાર નાદમાં મારું જીવન છે
તારી મહેફિલે-ચાંદમાં મારો નૂર છે
તારા રૂતબામાં મારી જાન છે
તારી કરૂણતામાં, આ જીવન ખુશહાલ છે
તારા વિચારોમાં રહેવું, ત્યાં જ તો જીવનનો આધાર છે
તારા સંગમની ચાહ, એ જ તો તારા દીદાર છે
- ડો. હીરા