તારા નયનોની કટાર, મારા મનને ઓળખે છે
તારા પ્રેમનો લગાવ, મારા અંતરને ઢંઢોળે છે
તારી કરૂણાનો પ્રકાશ, મારા જીવનને સંવારે છે
તારી દિવ્યતાનું તેજ, મારી મંજિલને પમાડે છે
તારા જ્ઞાનનો પ્રકાશ, મારી અંતરજ્યોત જલાવે છે
તારા આનંદનો ઝણકાર, મારા ગીતોને સંવારે છે
તારી સમીપતાનો અહેસાસ, મારા જીવનને સુધારે છે
તારા શબ્દોનો રણકાર, મારા હૈયાને તો જણજણાવે છે
- ડો. હીરા