તને જે કરાવવું હોય, તે તું કરાવ
તને જેવી બનાવવી હોય, એવી તું બનાવ
આ પ્રાર્થનાને હવે તું સ્વીકાર, મારા પ્રેમને બુલંદ બનાવ
બીજાને પોતાના બનાવ, પોતાને અંહકાર રહિત બનાવ
દ્રષ્ટિમાં શુદ્ધતા ભર, અંતરના દ્વેષોને ખતમ કર
અજાગૃતિ ને અજ્ઞાનતાના ભ્રમ તોડ, હવે તારામાં તો જોડ
એકલતાના વાયરાને ખતમ કર, બધામાં તારા દર્શન કરાવ
જીવનની યાત્રાને સફળ કર, મિથ્યા જગતના ભેદ ખતમ કર
સંપૂર્ણ સમર્પણ કરાવ, તારી જ ઈચ્છામાં હવે રમાડ
આ અલગતાના ખેલ ખતમ કર, તારામાં એક હવે કર
- ડો. હીરા