સોચમાં ન પડતા, કે કોણ શું પામશે?
મનાશે ના એવું થશે, સોચની બહાર એવી ગાથા થશે.
જે સ્વીકાર કરી શકે છે બધું, એવી રાહ પર એને અનુભવ મળશે.
દીવાનગી દેખાડાતી નથી, ઈશ્વરને સમજી શકાતો નથી;
આરામ અને ચેનને મંઝિલ જે સમજે, એ તો ભરમાયા વિના રહેતો નથી.
સાચી રાહ એ જ છે, જે પ્રાપ્ત કરાવે પ્રભુને; સાચો વ્યવહાર એ જ છે, જે બોલાવે પ્રભુને.
મંઝિલની ચાહ પણ શું રાખવી, જ્યાં મંઝિલ પણ આવે દોડી-દોડીને.
ગુના ન કરતા એમને જજ કરવાનું, પ્રભુની વાતો તો છે અમૂર્તમાં;
ગ્રંથોએ પણ સાચી વાતોને ગુપ્ત રાખી, પડદા આપ્યા તો લાગે ચરિત્રહિન સંતો આ જગમાં.
સાર જે સમજી શકે, રહસ્યો ખૂલે તો એના જીવનમાં, અમૃતનું પાન મળે એને તો પ્રભુમાં.
- ડો. હીરા